મોરબીની નીચી માંડલ ગામ પાસે આવેલ ઇટાસીસ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા 18 વર્ષીય રૂપાબેન દિનેશભાઈ માલિને ગઈકાલના રોજ ચક્કર આવતા પડી જતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

