મોરબી ગૌરક્ષકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના આગેવાનોને ગત તા.-22/05/2025ના રોજ બાતમી મળેલ કે, લતીપર પીઠડ બાજુથી એક બોલેરો પીકઅપ જેના નંબર GJ-36-V-7251 છે. તેમાં ગૌવંશ ભરીને માળિયાના કાજરડા ગામ બાજુ કતલના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા છે, આવી ચોક્કસ મળેલ બાતમીના આધારે ગૌરક્ષકોએ રાજપર ચોકડીએ વોચ ગોઠવી હતી. ત્યારે આ બોલેરો પીકઅપ આવતા તેને રોકીને ચેક કરતા જેમાં 2 ગૌવંશ ટૂંકા દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધેલા હોય, ઘાસચારાની કે પાણીની સુવિધા રાખવામાં આવી ન હતી.
આ ગૌવંશને કતલ કરવાના ઇરાદે માળિયાના કાજરડા ગામે ઇકબાલના ઘરે કતલના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળતા બોલેરો પીકઅપ અને એક આરોપીને એ-ડિવિઝન ખાતે લઈ જઈ પોલીસને ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરાવી છે.
આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ – મોરબી કમલેશભાઈ બોરીચા, બજરંગ દળના ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડિયા, ગૌરક્ષક વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયા, પાર્થભાઈ મનસુખભાઈ નેસડિયા, એતરાજસિંહ પરમાર, મનીષભાઈ કનજારિયા, દિનેશભાઈ લોરીયા, નિખિલભાઇ ચુડાસમા તેમજ લીંબડી, ચોટીલા, કચ્છ, રાજકોટ, ધાંગધ્રા, વિરમગામ, ધોળાના ગૌરક્ષકો રોકાયેલ હતા.

