HomeGujaratમોરબીમાં વ્યાજખોરોનું વ્યાજ ચુકવવા છતાં રૂપીયાની પઠાણી ઉઘરાણી કરનાર પાંચ વ્યાજખોર સામે...

મોરબીમાં વ્યાજખોરોનું વ્યાજ ચુકવવા છતાં રૂપીયાની પઠાણી ઉઘરાણી કરનાર પાંચ વ્યાજખોર સામે ફરિયાદ દાખલ

મોરબી રવાપર રોડ પર આવેલ અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા અને મીસ્ત્રી કામ કરતા જગદીશભાઇ કીર્તીભાઈ ગજ્જરે આરોપી રાજુભાઈ ડાંગર, ભાવેશભાઈ છબીલભાઇ વધાડીયા, પારસ ઉર્ફે ભોલુ મુકેશભાઇ જારીયા, કિશનભાઈ મનુભા લાંબા અને ભરતભાઈ કાનાભાઈ ચાવડા(બીકે આહીર) વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને આરોપીઓએ અલગ-અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં ધીરી ફરીયાદી પાસેથી આરોપીઓએ ચેક તેમજ બાઈક બળજબરી પૂર્વક લઈ ફરીયાદીએ વ્યાજ સહિત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતાં બળજબરી પૂર્વક આરોપીઓએ રૂપિયાની ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW