HomeGujaratમાળીયાના મોટાભેલા ગામે શેરીમાં વાહન ચલાવવા મુદે એક શખ્સે બે વ્યક્તિને માર...

માળીયાના મોટાભેલા ગામે શેરીમાં વાહન ચલાવવા મુદે એક શખ્સે બે વ્યક્તિને માર માર્યો

માળીયાના મોટાભેલા ગામે રહેતા ભાનુબેન માવજીભાઇ રાઠોડે આરોપી ભાવેશભાઇ ખેંગારભાઇ ગોહેલ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આરોપી ભાવેશભાઇ બે દિવસ પહેલા ફરિયાદીના શેરીમાંથી આરોપી પોતાની ગાડી લઇને નીકળેલ હોય તે વખતે તેને અમારા શેરીમાં રહેતા પ્રેમજીભાઇએ તેને ગાડી ધીરે ચલાવવા કહેલ જેથી આ ભાવેશે તેની સાથે બોલાચાલી કરેલ જેથી નજીકમાં મારા દીકરા જેન્તીલાલ એ તેના વિશે કહેલ કે જો અમારા ઘરે પ્રસંગ હોત તો અમારે આ ભાવેશ સાથે ઝઘડો થાય આમ આ વાત આરોપી સુધી પહોંચી જતા આ કામે આરોપીએ મારા દિકરા જેન્તીલાલ સાથે ઝપાઝપી કરી ઝઘડો કરેલ હોય જેનો ખાર રાખી ભાનુબેનના ઘરે પોતાના હાથમાં લાકડી લઇ આવી ગાળો બોલવા લાગેલ અને અમારી સાથે બોલાચાલી ઝપાઝપી કરી પથ્થરના છુટા ઘા કરી મને માથામાં તથા મારા દિકરા અશ્વિન ઉર્ફે અશોકને ડાબા હાથની આંગળીમાં સામાન્ય ઇજા કરી અંગેની ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW