વાંકાનેર તાલુકા પોલીસને રંગપર ગામના ભીખુભાઈ દાદભાઈ તકમરીયાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જે બાદ પોલીસે રંગપર ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં રેડ દરમિયાન ઘરના ફળિયામાં ઢોર બાંધવાના ઢાળિયામાં તપાસ કરી હતી.
ઢાળિયામાં સૂકા નીરણ નીચેથી 140 લિટર દેશી દારૂ મળ્યો હતો. આ દારૂની કિમત રૂ. 28,000 છે. ગમાણમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિવિધ બ્રાન્ડની 80 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો. આ દારૂની કિંમત 1,03,800 રૂપિયા છે. પોલીસે કુલ રૂ.- 1,31,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેડ સમયે આરોપી ભીખુભાઈ ઘરે હાજર ન હતા. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

