મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળી કે, ચોરીમાં ગયેલ બાઈક સાથે એક આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસેથી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે બાઈકના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ કલમ. 303(2) મુજબનું ચોરીનું હોવાનું જણાતા પોલીસે આરોપી જુસબભાઇ હાસમભાઇ મામદભાઇ ભટીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

