મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે કબીર ટેકરી નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણભાઇ મોહનભાઇ ગોહિલ, કામરાનભાઇ સલીમભાઇ ચાનીયા, બિલાલભાઇ આદમભાઇ ચાનીયા અને અશરફભાઇ આમદભાઇ ઓડીયા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી કુલ રૂ.- 10,400નો મળેલ મુદામાલ કબજે કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

