HomeGujaratવ્યાજખોરોએ વેપારીનું અપહરણ કરી રૂ. 1.35 કરોડની પઠાણી ઉઘરાણી કરી

વ્યાજખોરોએ વેપારીનું અપહરણ કરી રૂ. 1.35 કરોડની પઠાણી ઉઘરાણી કરી

મોરબીના રવાપર ઘુનડા રોડ પર બોનીપાર્ક સપના સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા સંજયભાઈ ધરમશીભાઈ અઘારાએ આરોપી રમેશભાઇ દેવાભાઈ બોરીચા અને મોહિતભાઈ રામભાઇ આગરીયા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરીયાદી જે રવાપર ગામના વતની હોય અને આરોપી રમેશભાઇને ઓળખતા હોય જેથી આરોપી રમેશભાઇએ ફરીયાદીની મજબુરીનો લાભ લઇ આરોપી મોહિતભાઈ સાથે મળી આરોપી મોહિતભાઈની ઓફીસ ખાતે ફરીયાદીને મોરબીથી લઇ જઇ પ્રથમ 5 લાખ રોકડા અપાવી બાદમાં બીજી વખત લઇ જઇ 3 લાખ અપાવી તેમ કુલ 8 લાખનો હિસાબ કરવાના બહાને ફરીયાદીને મોરબી ખાતેથી આરોપીઓ પોતાની કારમાં બેસાડી ફરીયાદીને મોતના ભયમાં મુકી બળજબરીથી અપહરણ કરી રાજકોટ ખાતે આરોપી મોહિતભાઈની ઓફીસે લઇ જઇ ફરીયાદીની સયુંકત માલીકીની રવાપર ગામના સર્વે નંબર-18 પૈકી 3 વાળી જમીનમાં નિકળતો ફરીયાદીનો હિસ્સો બળજબરીથી કઢાવી લેવા માટે શોદાખત (નોટરી) લખાણ કરાવી ફરીયાદીની સહી લઇ ખોટો દિવાની દાવો દાખલ કરાવી ફરીયાદીને ડરાવી ધમકાવી તેના નિકળતા રૂપિયા કુલ-8 લાખનું વ્યાજનું વ્યાજ ચડાવી તેમજ પેનલ્ટી ચડાવી 1 કરોડ 35 લાખ જેવી મોટી રકમની પઠાણી ઉઘરાણી કરી તેની અવેજમાં રૂપિયા 10 લાખ લઇ હજુ જમીન પચાવી પાડવા માટે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW