HomeGujaratગાંધીનગર ખાતે યોજાયેલ પર્યાવરણ સંરક્ષક એવોર્ડ -2025 સમારોહમાં મોરબીનાં શિક્ષક દંપતીને સન્માનિત...

ગાંધીનગર ખાતે યોજાયેલ પર્યાવરણ સંરક્ષક એવોર્ડ -2025 સમારોહમાં મોરબીનાં શિક્ષક દંપતીને સન્માનિત કરાયા

તાજેતરમાં તા.- 27/04/2025ના રોજ શિક્ષણમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ- 2025’ ટાઉનહોલ ગાંધીનગર ખાતે માધવ ચેરીટેબલ ટ્રસ્ટ- કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા તથા અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ – સરગાસણના સયુંકત ઉપક્રમે આયોજિત ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ- 2025’ સમારોહ યોજાયો હતો.

જેમાં પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, સ્વચ્છતા, પાણી બચાવો, પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ જેવા ઉત્તમ કાર્યો કરનાર મોરબી જિલ્લાના 28 જેટલા પર્યાવરણ સંરક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લાના શિક્ષક દંપતી પોલીસ લાઈન કન્યાશાળાનાં શિક્ષક અનિલ ફટાણિયા અને શાંતિવન પ્રાથમિક શાળાના શિક્ષક સોનલ વેગડ ફટાણિયાને પર્યાવરણ ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ પર્યાવરણ સંરક્ષક એવોર્ડ- 2025 એનાયત કરવામાં આવ્યો. આ શિક્ષક દંપતીને શિક્ષણમાં તેમણે કરેલ ઉત્તમ કામગીરી બદલ, મોરબી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક સનમાન, વિદ્યાવાહક સન્માન, મહાત્માગાંધી નેશનલ એવોર્ડ, જ્ઞાતિરત્ન સન્માન, ગુજરાત સિને મીડિયા એવોર્ડ- 2025 સજોડે મળેલ છે. તાજેતરમાં અનિલભાઈ ફટાણિયાને સમગ્ર શિક્ષક સમાજમાં ગૌરવવંતો ગણાતો “ચિત્રકૂટ એવોર્ડ-2024” પૂજ્ય મોરારી બાપુનાં હસ્તે અર્પણ થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW