મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ પાસેના વિકાસ ચેમ્બરમાં ચાલતા શન મુન સ્પા સેન્ટરમાં સ્પાની બોડી મસાજના નામે મહિલાઓને બહાર થી બોલાવી રૂપિયા ઉઘરાવી કુટણખાનું ચાલતા હોવાની મોરબી સીટી બી-ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી. જેના આધારે બી-ડિવિઝન પોલીસે તે સ્થળે દરોડો પડ્યો હતો અને સનમૂન સ્પા સેન્ટર માંથી પોલીસે મૂળ વડોદરાના સયાજીગઢમાં રહેતા ભાવેશ સદાશિવ ખમકાર અને અમરેલી ગામના સ્પા સંચાલક રાહુલ વિનોદભાઈ સોલંકીને ઝડપી લીધા હતા અને તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

