HomeGujaratમોરબીમાં ખુલ્લા મેન હોલ બંધ કરવા મનપા એક્ટીવ બન્યું 4144 હોલનો સર્વે...

મોરબીમાં ખુલ્લા મેન હોલ બંધ કરવા મનપા એક્ટીવ બન્યું 4144 હોલનો સર્વે કરાયો રીપેરીંગ કામગીરી તેજ કરી

મોરબીના નવલખી ફાટક નજીક ખુલ્લા વોંકળામાં પડી જતા બાળકનું મોત થવાની ઘટના બાદ મનપા તંત્ર સફાળુ જાગ્યું હોય તેમ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ખુલ્લા મેન હોલ, વોંકળા, ખાડાઓ તેમજ જોખમી જગ્યાઓના સરવે કરી તાત્કાલિક બંધ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી જેના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા 4,144 જેટલા મેન હોલનો સરવે કરવામાં આવ્યો હતો

જેમાં 110 જેટલા મેઇન હોલ તાત્કાલિક રીપેરીંગની જરૂરિયાત જણાતા મોરબી મહાનગરપાલિકાની પીડબ્લ્યુડી શાખા દ્વારા મેઇન હોલને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી અને 84 જેટલા મેઇન હોલ રીપેરીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે જ્યારે બાકીની કામગીરી આ સપ્તાહમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે

આ ઉપરાંત મહાપાલિકા દ્વારા શહેરમાં અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારના મેઈનહોલ ખુલ્લા હોય જે અંગે લોકોને જાણ થાય તો મનપા તંત્રને જાણ કરી શકાય તે હેતુથી ફરિયાદ નંબર પણ જાહેર કર્યો છે આ અંગે કોઈ મેનહોલ ખુલ્લા હોય તો02822- 220551 પર ફરિયાદ કરવા જણાવ્યું છે. ખુલ્લા વોંકળા આસપાસ કામચલાઉ આડશ મુકાઈ મોરબીના નવલખી બાયપાસ પાસે બાળક ખુલ્લા વોંકળામાં પડી જવાની ઘટના બાદ શહેરમાં તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલા અને ખુલ્લા વોંકળાની ફરતે કામ ચલાઉ રેલિંગ મુકવાની પણ કામગીરી હાથ ધરાઇ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW