HomeGujaratવાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલ નજીક ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલ નજીક ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમ અમરસિંહજી હાઇસ્કુલ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉભેલ હોય તે દરમિયાન પોલીસે ઈસમને પકડી નામ પૂછી બાઈકના કાગળો માંગતા ઇસમ ગલ્લા-તલ્લા કરતા બાઈક ચાલક ઇસમની સઘન પૂછપરછ કરતા વાંકાનેર પીરમસાય હોસ્પીટલની પાછળથી ચોરી કર્યાનું કબુલ કર્યું હતું. બાઈક સાથે ઇસમ હનીફશા ઈબ્રાહીમશા શાહદારને પકડી પડ્યો હતો. આ ઇસમ અન્ય 12 ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે આ બાઈક ચોરી કરનાર શખ્સને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW