ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ પર આવેલ સાર્થક પોલીક્લાસમાં નામની ફેક્ટરી પાસે આવેલા એક કુવામાં મોરબીના રવાપર રોડ પર અવેઅલ વૈભવ સોસાયટીમાં રહેતા મહેશ મગનલાલ પાડલીયા નામના યુવાનને કારખાનમાં કામ કરતી યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો જોકે કોઈ કારણસર તેઓ એક નહી થઇ શકે તેવી બીકના કારણસર બન્ને કુવામાં ઝંપલાવ્યું હતું. બનાવમાં મહેશનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જોકે પ્રેમિકા યુવતી કોઈ રીતે બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો બનાવ અગે મૃતક યુવકના કારખાનાના ભાગીદાર કેતનભાઈ ફેફરને થતા તેઓએ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે ટંકારા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.

