જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ અંતર્ગત મોરબી પોલીસે ગ્રીન ચોક વિસ્તારમાં આવેલા સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
મોરબી જિલ્લા એસઓજીના પીઆઈ એન.આર. મકવાણા અને એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇની ટીમે મોડી સાંજે સોની બજારની મુલાકાત લીધી હતી. પોલીસે બંગાળી કારીગરોની પૂછપરછ કરી હતી અને તેમના તમામ દસ્તાવેજોની ચકાસણી કરી હતી. એસઓજી પીઆઇના જણાવ્યા મુજબ, તપાસમાં જાણવા મળ્યું કે બંગાળી કારીગરોએ તેમના ભાડા કરાર અને અન્ય જરૂરી દસ્તાવેજો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા છે. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ બાબત કે વ્યક્તિ મળી આવી નથી. સરકારના આદેશ અનુસાર, પાકિસ્તાનથી આવેલા મુસ્લિમોને પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે આ તપાસ હાથ ધરવામાં આવી હતી.

