HomeNationalઆતંકી ઘટના બાદ સરકારે પાકિસ્તાન સામે આકરા પગલા લીધા પાકિસ્તાનીઓને ભારત છોડવા...

આતંકી ઘટના બાદ સરકારે પાકિસ્તાન સામે આકરા પગલા લીધા પાકિસ્તાનીઓને ભારત છોડવા આદેશ

શ્રીનગરના પહેલગામમાં ગઈ કાલે આતંકી ઘટના બની હતી જેમાં કાશ્મીરમાં ફરવા ગયેલા દેશના અલગ અલગ રાજ્યમાંથી ફરવા ગયેલા પ્રવાસીઓ પર અંધાધુધ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં કુલ 26 નિર્દોષ નાગરિકોના ભોગ લેવાયા હતા આ ઘટનાના દેશભરમાં રોષની લાગણી છવાઈ છે અને હુમલામાં સંડોવાયેલા આતંકી સંગઠન સામે કડક એક્શન લેવાની માંગણી થઇ રહી છે.

ત્યારે કેન્દ્ર સરકાર પણ આ ઘટના બાદ ગંભીરતા દાખવી રહી છે દેશના ગૃહ મંત્રી ગઈ કાલે જમ્મુ કાશ્મીર પહોચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી એ પણ પોતાની સાઉદી એરેબીયાની યાત્રા અધુરી પૂર્ણ કરી દેશમાં પરત ફર્યા હતા દિવસ દરમિયાન અલગ અલગ વિભાગની મીટીંગ ચાલી રહી હતી બાદમાં મોડી સાંજે દેશના ફોરેઇન સેક્રેટરી વિક્રમ મિસ્ત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ઘટના એન લગતી માહિતી આપી હતી સાથે સાથે સરકાર દ્વારા ઘટનાને લઇ તાત્કાલિક લીધેલા નિર્ણયની જાહેરાત કરી હતી જેમાં પાકિસ્તાન સાથે ના તમામ ડિપ્લોમેટીક વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે પ્રથમ નિર્ણય દેશ દ્વારા પાકિસ્તાન સાથે થયેલી જલ સંધી તાત્કાલિક અસરથી અટકાવી દીધી છે આ ઉપરાંત દેશમાં આવેલા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી 48 કલાકમાં દેશ છોડી દેવા સુચના આપવમાં આવી છે દિલ્હી ખાતેનું દુતાવાસ પણ બંધ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત અટારી ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW