મોરબીના ટીંબડી ગામે રહેતા મનોજભાઇ ગોવિંદભાઈ ઝાપડાએ GJ-13-AW-8146 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ GJ-13-AW-8146 નંબરનો ટ્રક પુરઝડપે અને બેદકારીપુર્વક ચલાવી ફરીયાદીના પિતાજી ગોંવિદભાઇ ભાયાભાઇ ઝાપડાના GJ-36-N-5677 નંબરના બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોવિંદભાઈને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજા પહોચાતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદ આધારે પોલીસે તે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

