વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ સીમ્બોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા સુખરામ ગુડ્ડુભાઇ લોહાર નામના યુવાનના લગ્ન થઈ ગયેલ હોય તેમ છતા પોતાના વતન બાજુની કોઇ છોકરી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ તેની પત્નિને થઈ જતા મનમાં લાગી આવતા પોતાની જાતે સીમ્બોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગઈકાલના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

