મોરબીના નવલખીરોડ પાસે આવેલા ધુતારી વિસ્તારમાં રહેતા કીશોરભાઇ અમરશીભાઇ અગેચાણીયાએ સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં GJ-36-V-5051 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ફરીનો દીકરા વિશાલ અને અભય ગઈકાલના રોજ GJ-36-AE-1041 નંબરનું બાઈક લઇ નવા ઘુંટું આઈ.ટી.આઈ. કોલેજ સામેથી પસાર થઇ રહ્યા હોય તે સમયે GJ-36-V-5051 નંબરના ટ્રક ચાલકે તેનો ટ્રક પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી જઈ વિશાલના બાઈકને હડફેટે લેતા વિશાલને માથામાં તથા ડાબા હાથે ગંભીર ઇજાઓ તથા શરીરે ઈજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને બાઈક પાછળ બેઠેલ સાહેદ અભયને શરીરે ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે કીશોરભાઇની ફરિયાદ આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

