મોરબીની અવળી ચોકડી પાસે આવેલ મયુર સોસાયટીમાં રહેતા જગજીવનભાઇ ભીમજીભાઇ અઘારા નામના વૃદ્ધ ગઈકાલના રોજ પોતાના ઘરે મેઇન હોલમાં હાર્ટ એટેક આવતા પડી જતા બે ભાન થઈ જતા પ્રથમ ખાનગી હોસ્પિટલ સારવારમાં બાદ મોરબી સીવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટ એ-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

