HomeGujaratમાળીયાના અણીયારી ટોલનાકા પાસે ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની 76 બોટલ સાથે એક શખ્સની...

માળીયાના અણીયારી ટોલનાકા પાસે ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની 76 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

માળીયા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે અણિયાળી ટોલનાકા નજીક વોચમાં હોય તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલ એક ટ્રક શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 76 બોટલ રૂ.- 56,788નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો મુદામાલ અને ટ્રક મળી કુલ રૂ.- 15,65,788નો મળેલ મુદામાલ જપ્ત કર્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી ગોપાલસિંગ છોગસિંહ રાવતને પકડી લીધો હતો. તેમજ સ્થળ પરથી નાશી જનાર બહાદુરસિંહ મોહનસિંહ રાવત નામના શખ્સને પોલીસે ફરાર બતાવી બને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW