માળીયા તાલુકાના ખાખરેચી ગામમાં જયેન્દ્રસિંહ ભરૂભા જાડેજાના મકાનમાં જુગાર રમાતો હોવાની માળિયા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં જુગાર રમતા સુરેશ જગજીવન પારેજીયા, દિનેશ લખમણ વરસડા, ચેતન કાંતિલાલ પારજીયા, મનસુખ મૂળજી હૂંલાણી, પ્રવીણ પ્રભુભાઈ કાલરીયા, કમલેશ ભાણજીભાઈ માકાસણા, જીતુ ધીરુભાઈ પારજીયા અને જયેન્દ્રસિંહ ભરૂભા જાડેજાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી 67,000 રોકડ અને જુગાર સાહિત્ય સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

