તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે નાગાલેંડ અને મણીપુરમાંથી શંકાસ્પદ હથીયાર લાયસન્સ આધારે હથીયારની ઘટના સામે આવતા પોલીસે કેટલાક ઇસમો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી હવે મોરબી જિલ્લામાં પણ એસ ઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી અને મોરબી જિલ્લાના કેટલાક શખ્સ દ્વારા મણીપુર અને નાગાલેંડના એજન્ટ પાસેથી ઓલ ઇન્ડિયા પરમીટ વાળા લાયસન્સ મેળવી લીધા હોવાનું સામે આવતા મોરબી એસઓજીની ટીમે અલગ અલગ સ્થળે તપાસ કરી એન કેન રીતે લાયસન્સ મેળવી હથીયાર સાથે રાખનાર 8 શખ્સ પાસેથી કુલ રૂ.૮,૭૪,૭૬૦ની કિમતના 2 પિસ્તોલ,6 રિવોલ્વર અને 3 બારબોર બંધુક ઉપરાંત રૂ 57 792 ની કિમંતના 251 જીવતા કારતુસ જપ્ત કર્યા હતા. અને હથીયાર લાયન્સ મેળવનાર 8 ઇસમ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
1 રોહિત નાનજી ફાગલીયા રહે વાછ્કપરર તાલુકો ટંકારા હથિયાર રિવોલ્વર 1 કિંમત રૂ 98000 કારતુસ 40 કિંમત 8000
બાર બોર બંધુક 1 કિંમત 50000 કારતુસ 39 કિંમત 9000
2 ઈસ્માઈલ છગનભાઈ કુંભાર કાંતિનગર ઝુબેદા મસ્જિદ મોરબી માળિયા રોડ રિવોલ્વર એક કિંમત એક 1,00,000
3 મુકેશ ભાનુભાઇ ડાંગર અક્ષરધામ પાર્ક રિવોલ્વર 1 કિંમત રૂ. 80,000 કારતુસ 48 કિંમત ₹9,600
4 મહેશ પરબત મિયતા રિવોલ્વર એક લાખ રૂપિયા ૩૪ કિંમત 6800
5 પ્રકાશ ચુનીલાલ ઉનાલીયા પિસ્તોલ 1 કિંમત બે લાખ છ હજાર કારતૂસ 47 કિંમત 15,792
6 પ્રવિણસિંહ ચતુરભાઈ ઝાલા નવી પીપળી રિવોલ્વર 1 કિંમત 1, 08, 800
7 માવજી ખેંગાર બોરીચા પિસ્તોલ1 કિંમત 81 920 કારતુસ 43 – 8600
આ ઉપરાંત સિરાજ ઉર્ફે દુઃખી અમીર અલી પોપટિયા એ પોતાનો હથિયાર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરવાના સાથે જમા કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે

