રાજકોટની સૌરાષ્ટ્ર યુની. સીટી રોડ પાસે આવેલ નંદભૂમી એપાર્ટમેન્ટમાં રહેતા વિકાસભાઇ ધરમશીભાઇ સાદરીયાએ આરોપી સુનીલભાઇ પ્રેમજીભાઇ દલસાણીયા રહે. રવાપર રોડ અને વિપુલભાઇ સવસેટા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીએ અગાઉ આરોપીઓ પાસેથી 10,00,000 રૂપિયા વ્યાજે લીધેલ હતા. જે બાદ ફરીયાદીએ અલગ-અલગ તારીખે રોકડેથી, ગુગલ પે, નેટ બેન્કીંગ અને આંગડીયા દ્રારા 25,13,500 રૂપિયા આરોપીઓને ચુકવી આપેલ તેમજ બંન્ને આરોપીઓને ત્રણ-ત્રણ કોરા ચેક આપેલ હતા. તેમ છતાં વ્યાજની અને મુળ રકમની ઉધરાણી કરતા હોય અને વ્યાજ ન આપે તો ફોન પર ગાળો આપી ધમકી આપતા હતા. આ બનાવ અંગે વિકાસભાઈની ફરિયાદ આધારે પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

