HomeGujaratમોરબીમાં મોબાઈલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબીમાં મોબાઈલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબી શહેરમાં લગાવેલ સી.સી.ટીવી. કેમેરા તેમજ હ્યુમન સોર્સીસથી બાતમીદારો આધારે એક ઇસમ જુના બસસ્ટેન્ડમાં શંકાસ્પદ હાલતમા ચોરી કરવાના ઇરાદે ફરતો હોવાની પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી શનાળા રોડ સમર્પણ હોસ્પીટલના પગથીયા ઉતરતા સમયે ફરીયાદી દેવરાજભાઇ ચતુરભાઇ નદેહારીયા રહે. રાતાભેર તા.હળવદવાળાના ખીસ્સામાથી મોબાઇલ ચોરી થયેલ હોય અને જેતે સમયે બનાવ સી.સી.ટી.વી મા કેદ થયેલ હોય અને તેજ ઇસમ મોરબી જુના બસ સ્ટેન્ડમાં હોય તેવી બાતમીના આધારે આરોપી રોહીતભાઇ શત્રુભાઇ રામજીભાઇ મકવાણા રહે.ગોડલ તાલુકા પંચાયત જી. રાજકોટવાળાને પકડી પાડી ઇસમની પુછપરછ કરતા તેને આ મોબાઇલ ચોરી કરેલાની કબુલાત આપી હતી અને મોબાઇલ કોઇ અજાણ્યા ઇસમને વેચી નાખેલ હોય તેમ પણ જણાવ્યું હતું. પોલીસે આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW