HomeGujaratમોરબીની મયુર ડેરી રાજ્યની એવી ડેરી જેનુ સંપૂર્ણ સંચાલન મહિલાના હાથમાં, વર્ષે...

મોરબીની મયુર ડેરી રાજ્યની એવી ડેરી જેનુ સંપૂર્ણ સંચાલન મહિલાના હાથમાં, વર્ષે 300 કરોડથી વધુનું ટન ઓવર 

સામાન્ય રીતે પશુપાલન વ્યવસાય એટલે સંપૂર્ણ પણે મહિલા સંચાલિત વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જયારે વિવિધ મંડળીઓ તેમજ ડેરીના મહત્વના નિર્ણય લેવાની વાત આવે ત્યારે ફરી એકવાર પુરુષોનું વર્ચસ્વ આવી જતું હોય છે. જોકે મોરબી જિલ્લામાં આ બાબતે અલગ કેડી કંડારવામાં આવી છે. મોરબી જિલ્લા મહિલા સહકારી સંઘ ઉત્પાદક સંઘ લીમીટેડ દ્વારા ચાલતી મયુર ડેરીનું સંપૂર્ણ સંચાલન મહિલાઓના હાથમાં છે. મોરબી જિલ્લા દૂધ સહકારી સંઘ તો ઘણા વર્ષોથી કાર્યરત હતું, પરંતુ 2016ના મોરબીની મયુર ડેરીની સ્થાપના સમયે 97 દૂધ ઉત્પાદન મંડળી અને 5000 દૂધ ઉત્પાદકોના સહકારથી 24,100 લીટર દૂધ સંપાદનથી મોરબી જિલ્લા મહિલા દૂધ સંઘ કાર્યરત થયું હતું અને ત્યારથી આ સંઘનું સંચાલન મહિલાના હાથમાં છે હાલ આ સહકારી સંઘના નિયામક મંડળમાં 11 મહિલા છે અને તેના પ્રમુખ તરીકે સંગીતાબેન કગથરા જ્યારે અલ્કાબા દેવેન્દ્રસિંહ રાણા જવાબદારી નિભાવી રહ્યા છે તો આજે આ દૂધ ઉત્પાદન સંઘ સાથે મહિલા અને પુરુષ દૂધ ઉત્પાદકો 27000 જેટલા સભ્ય પદ છે અને તેની 311  જેટલી દૂધ મંડળી મયુર ડેરી સાથે જોડાયેલ છે. જેમાં 200 જેટલી મંડળીઓની સક્રિય ભાગીદારી છે. મહિલા શશક્તિકરણ ના ઉદાહરણ સમાન આ મયુર ડેરીમાં આજે દૈનિક 1,50,000 લીટર દૂધ એકઠું કરવામાં આવે છે અને દૂધને પ્રોસેસિંગ કરી સીધું અમુલ ડેરીમાં મોકલવામાં આવી રહ્યું છે. આજે મહિલા સંચાલિત આ ડેરીનું વાર્ષિક ટન ઓવર 300 કરોડ જેટલું થવા જઈ રહ્યું છે.  

અગાઉ મોરબી જયારે રાજકોટ જિલ્લા સાથે જોડાયેલ હતું, ત્યારે તમામ દૂધ મંડળી ઓ રાજકોટ ડેરી સાથે જોડાયેલ હતી અને દૂધ સપ્લાય કરવામાં આવતી હતી. જોકે 2013માં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી દ્વારા મોરબીને જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો ત્યાર બાદથી રાજકોટ જિલ્લા સાથે વહીવટી કામગીરી અલગ પડી હતી. તેની સાથે સાથે ડેરી ઉદ્યોગ પણ અલગ થયો હતો. મોરબી જીલ્લામાં 29 જાન્યુઆરી 2015ના રોજથી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘને કાયદાકીય માન્યતા મળતા મયુર ડેરી અસ્તિત્વમાં આવી હતી. જોકે મોરબીની મયુર ડેરી પાસે દૂધ સંગ્રહ કરવા કોઈ સાધનો ઉપલબ્ધ ન હોવાથી  દૂધ સંગ્રહ થઇ શકતો ન હતી. જે બાદ 2016માં કેન્દ્ર અને રાજ્યસરકારની મદદથી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લીમીટેડને વિવિધ સાધનો ખરીદવા ડીપોઝીટ મળતા ધીમે ધીમે દૂધ સંગ્રહ શરુ કરવામાં આવ્યો હતો. જોકે અમુલ ફેડરેશન મોરબીની મયુર ડેરીનું દૂધ સીધું સ્વીકાર ન કરતું હોવાથી સુરેન્દ્રનગરની સમૂલ ડેરીમાં મોકલવમાં આવતું હતું. બાદમાં મોહન કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતી કવાડિયાના પ્રયાસથી 2019 માં મોરબીની મયુર ડેરીને અમુલ ફેડરેશનનું નોમિનલ સભ્ય પદ મળ્યા બાદથી મોરબીની મયુર ડેરી સીધું અમુલ દૂધ મોકલવામાં આવી રહ્યું છે. આગામી વર્ષોમાં મહિલા સભ્યોની સંખ્યા વધારી દૂધ ઉત્પાદન વધારો કરવાનું લક્ષ્યાંક હોવાનું મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ સંગીતાબેન કગથરાએ જણાવ્યું હતું. 

આવનાર 5 થી 7 વર્ષમાં દૂધ ઉત્પાદન બમણું કરવાનું આયોજન, મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડમાં આજે 300 મંડળીમાં 27 હજાર સભાસદો છે. આગામી વર્ષોમાં તેમાં વધારો કરવાનું આયોજન છે. આ ઉપરાંત હળવદ ખાતે ચિલીંગ સેન્ટર કાર્યરત કરવા તેમજ વાંકાનેરમાં પશુઓની સારવાર કરવા જરૂરી વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન હોવાનું મોરબી જિલ્લા ડેરીના મેનેજીંગ ડીરેક્ટર સુમિત કુમારે જણાવ્યું હતું. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW