મોરબીના શનાળા રોડ પાસે આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયાએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.-26/02/2025ના રોજ કોઈ અજણ્યા ચોર હસમુખભાઈના ભાડાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમમાં રાખેલ થેલામાંથી રોકડ રૂ.- 3,20,000 અને 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના મળી કુલ રૂ.- 13,40,000નો મુદામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગેની હસુમખની ફરિયાદ આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

