વાંકાનેરના લાકડધાર ગામે રહેતા હેતલબેન મેરામભાઈ મકવાણા નામના પરિણીતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.22ના રોજ તેઓ તથા તેમના પતિ મેરામભાઈ અને પુત્ર ચિરાગ બાઈક ઉપર જતા હતા. ત્યારે નેશનલ હાઇવે ઉપર રંગપર ગામ પાસે રેડરેન કારખાના પાસે તેમના પતિ GJ-18-AZ-8278 નંબરના ટ્રક કન્ટેનરની સાઈડ કાપવા જતા કન્ટેનર ચાલકે કાવું મારતા ટ્રક સાથે અથડાઈ પડી ગયા હતા. આ અકસ્માતમાં હેતલબેન, મેરામભાઈ અને ચિરાગને ઇજા પહોંચી હતી. વધુમાં આ અકસ્માત બાદ કન્ટેનર ચાલકે જોરદાર બ્રેક મારતા પાછળ આવતા GJ-13-BD-6823 નંબરના બાઈક ચાલક શૈલેષભાઇ પણ અકસ્માતનો ભોગ બનતા શૈલેષભાઇ તેમજ તેમના બાઇકમાં બેઠેલા પ્રવીણભાઈને પણ ઇજાઓ પહોંચી હતી.

