HomeGujaratહળવદની સદભાવના સ્કુલની હોસ્ટેલમાં બનેલાં બનાવમાં ઘટના નહીં દોહરાય આપી બાંહેધરી

હળવદની સદભાવના સ્કુલની હોસ્ટેલમાં બનેલાં બનાવમાં ઘટના નહીં દોહરાય આપી બાંહેધરી

હળવદના સરા રોડ પર સદભાવના સ્કૂલની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો અને જે બાબતે મામલો હળવદ પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે સામાજિક રીતે સમાધાન થઈ જતા સમગ્ર મામલો થાળે પડી ગયો હતો ત્યારબાદ બાળકને પટ્ટાથી માર મારવા બાબતમાં ગંભીરતા દાખવી મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીએ સદભાવના શૈક્ષણિક સંકુલ પાસે ખુલાસો માંગ્યો હતો અને ઘટનાની જાણકારી માંગી હતી જેમાં સદભાવના શૈક્ષણિક સંકુલ દ્વારા આવી ઘટના ભવિષ્યમાં નહીં થાય તેવી બાંહેધરી આપી હતી અને સદભાવના સંકુલે સમગ્ર ઘટનાની માફી માંગી હતી જોકે ત્યારબાદ પણ બીજી ઘટના હળવદમાં ખાનગી સંકુલની હોસ્ટેલમાં બની છે અને તેમાં પણ અરજી હળવદ પોલીસ મથકે કરવામાં આવી છે અને હવે આ અરજીનું સત્ય પોલીસ તપાસમાં શું બહાર આવશે તે આવનારો સમય બતાવશે હાલ તો સદભાવના શૈક્ષણિક સંકુલે માફી માંગતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW