મોરબીમાં તારીખ: 02/03/2025ના રવિવારના રોજ મેન્ટેનન્સ ની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ગૌશાળા ફીડર સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.
આ ઉપરાંત આવતીકાલના રોજ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે 9 વાગ્યા થી બપોરના 1 વાગ્યા સુધી નવીલાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેમાં હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળ નો વિસ્તાર, છાત્રાલય રોડ અને નવયુગ સ્કુલ ની આજુબાજુ નો વિસ્તાર,સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન 1 થી 3 જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે..

