મોરબી વન વિક વન રોડ અંતર્ગત ચાલી રહેલી ડીમોલેશન ઝુંબેશ અંતર્ગત આજે મનપા ટીમ વિસીપરા વિસ્તારમાં આવી હતી અને વીસી ફાટક થી ધોળેશ્વર મહાદેવ મંદિર અને સ્મશાન સુધીના રોડ પર નડતર દબાણ દુર કરવામાં આવ્યા હતા જેમાં વિસ્તાર માં આવેલી 5 દુકાનો,2 કેબીન ઓટલા તેમજ અન્ય નાના મોટા દબાણ પર જેસીબી ચલાવવામાં આવ્યા હતા અને વર્ષોથી સાંકડા રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મનપા તંત્ર દ્વારા આ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ પણ ચલાવી હતી અને મનપા ના સફાઈ કર્મીઓ મનપાના અલગ અલગ વિભાગના કર્મીઓ સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા સફાઈ ઝુંબેશ થકી અંદાજીત 12 ટ્રેક્ટર જેટલો કચરો દુર કર્યો હતો.
મોરબી શહેરનો વીસીપરા સ્લમ વિસ્તાર હોય અને વર્ષોથી સફાઈ કે અન્ય પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય આ સ્થળ પર મોટા ભાગનું વહીવટી તંત્ર ઉપેક્ષા કરતું હોવાની ફરિયાદ વચ્ચે કમિશ્નર દ્વારા સમગ્ર મનપા ટીમને ઉતારી દઈ લોકોની આ ફરિયાદ નું નિરાકરણ લાવ્યું હતું આ સાથે સ્વપ્નીલ ખરે દ્વારા નિયમિત સફાઈ અને ગેર કાયદે દબાણ દુર કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી સાથે સાથે સ્થાનિક લોકોને પણ તેમના પોતાના વિસ્તારમાં સફાઈ રાખવા સમજણ આપી હતી.

