HomeGujaratમોરબીના અમર નગરમાં ગાયો ની ચોરી થવાની ઘટનામાં 2 શખ્સ ઝડપાયા ...

મોરબીના અમર નગરમાં ગાયો ની ચોરી થવાની ઘટનામાં 2 શખ્સ ઝડપાયા વધુ 5 નામ ખૂલ્યા

મોરબીના અમર નગર ગામમાં સોમવારની ત્રણ ગાય અને એક વાછરડી ગામના પાદરમાં ચરવા ગઈ હતી. અને પાદરમાં અન્ય માલધારીઓની ગાય પણ ત્યાં ચરતી હતી આ દરમિયાન ચાર શખ્સ આવી ચડ્યા હતા અને ચોરી કરવાના ઇરાદે તેને પરાણે હાંકતા હતા આ દરમિયાન ગામના વિશાલભાઈ ભૂમભરિયાએ તેને અટકાવતા છરી બતાવી ધમકી આપી હતી જેથી તેમને ગામના અન્ય લોકોને જાણ કરતા ગામ લોકો આવી પહોંચ્યા હતા અને એક સગીર તેમજ વનાડી યા ગામના અલરખા કાસમ સુમરાને પકડી લીધો અને તેની પૂછ પરછ કરતા આ ગાય માળિયા લઈ જતા હોવાનું જણાવ્યું હતુ અને તેની સાથે હતા અને ભાગવામાં સફળ થયા તેનું નામ સાહિલ સિકંદર કટીયા અને અબ્દુલ હનિફ કટીયા હોવાનું જણાવ્યું હતું.સમગ્ર માહિતી સામે આવતા અંતે ગ્રામજનોએ આરોપીને પોલીસ હવાલે કર્યો હતો જે બાદ પોલીસે ગામના જીવુભા ભગુભા ઝાલા ની ફરિયાદ નોંધી હતી અને ઘટનામાં કુલ છ શખ્સ અલ્લારખા કાસમ સુમરા, સાહિલ સિકંદર કટિયા, અબ્દુલ હનીફ કટીયા, અલી મામદ રસુલભાઇ જેડા, રફીક મીયાણા અને સુભાન ભાઈ મોવર સહિતના શખ્સો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW