HomeGujaratવડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાંથી 3.40 કરોડના MD ડ્રગ્સ સાથે બે...

વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાંથી 3.40 કરોડના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા

વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં એસઓજીએ દરોડો પાડી 3.40 કરોડનું ડ્રગ અને એને તૈયાર કરવા વપરાતુ રો મટીરિયલ ઝડપી પાડ્યું છે. પોલીસે બે આરોપીને ઝડપી અન્ય 3 ને ફરાર જાહેર કર્યા છે.

મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના મોક્સી ગામની સીમના એક ખેતરમાં ડ્રગ્સની ફેક્ટરી ધમધમે છે તેવી બાતમીથી જિલ્લા એસઓજીના પીઆઈ જે.એમ. ચાવડા તેમજ સ્ટાફના માણસોએ ગત મોડી રાત્રે દરોડો પાડતાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે દરોડામાં ડ્રગ બનાવતા બે ઇસમો ઝડપી પાડ્યા હતા.જેમાં જગદીશભાઈ જીતસિંહ મહીડા રહે. મોકસી અને પ્રેમચંદકુમાર હરિનારાયણ મહતો રહે. ગોરવાનો સમાવેશ થાય છે. ખેતરમાં બનાવેલા આ શેડમાં સિન્થેટિક ડ્રગ્સ બનાવાતું હતું. પોલીસે તૈયાર થયેલું ડ્રગ્સ મેફેડ્રોનનો 3 .3 કિલો જથ્થો કિંમત 3.79 કરોડને ઝડપી પાડ્યું હતું. જ્યારે ડ્રગ બનાવવા માટે વપરાતું રો મટિરિયલ કિંમત 1.73 કરોડનું કબજે કર્યું હતુ.પકડાયેલા બંને આરોપીએ કહ્યું હતું કે વડોદરામાં રહેતો ચિરાગ ગિરીશભાઈ પટેલ, બિહારનો વિપુલસિંગ અને એની સાથે આવતો અજાણ્યો ઇસમ રોમાટિરિયલ લાવી ડ્રગ તૈયાર કર્યા બાદ લઈ જતા હોવાની કબૂલાત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW