HomeGujaratટંકારા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

ટંકારા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

ટંકારા પોલીસ મથકે મહિલા સ્વરક્ષણ તાલિમાથી ટ્રેનિંગ પ્રદર્શન અને પોલીસ મથકની મુલાકાત સાથે પોલીસ પ્રજાના મિત્ર સહિત સુરક્ષા અને સલામતી ટ્રાફિક સહિતના બાબતે માર્ગદર્શન અપાયું હતું. મહિલાઓને સ્વરક્ષણ અને સશક્તિકરણ માટેની તાલીમ આપવામાં આવી હતી. ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે 215 અને સરદાર વલ્લભભાઈ પટેલ શાળાની 20 વિદ્યાર્થિનીઓને સેલ્ફ-ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેનું પ્રદર્શન ટંકારા પોલીસ મથકના પટાંગણમાં યોજવામાં આવ્યુ હતું. ઉપરાંત SPC NCCના બાળકોએ પણ પરેડ સાથે એની આવડત રજુ કરી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જયારે ડિવાયએસપી એસ. એચ. સારડા, ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર કે. એમ. છાસિયા, વાંકાનેર પીઆઈ ડી.વી. ખરાડી, વાંકાનેર સિટી પીઆઈ એચ. એ. જાડેજા, મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઈ એચ. વી. ધેલા, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ લગધીરકા, RPI પીઆઈ એસ.એમ. ચૌહાણ, ટંકારા પોલીસ સબ ઈન્સ્પેકટર વાય.એસ. પરમાર સહિતના પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, સદસ્ય સલિમ અબ્રાણી, બાલાશ્રમ આશ્રમના પ્રભુભાઈ કડીવાર, ઓરપેટ કન્યા વિદ્યાલયના ગોપાલભાઈ પટેલ, ઉધોગપતિ અશ્વિનભાઈ ભટાસણા, રાજુભાઈ સવસાણી, બળવંત પટેલ, ભાજપના અને કોંગ્રેસના અગ્રણીઓ, રિટાયર્ડ આર્મી મેન, પોલીસ મિત્રો, નગરજના ભાઈઓ અને બહેનો અને ગાયત્રી શાળા અને ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.પોલીસે બાલ્યાવસ્થામાં મા-બાપ અને પરિવારની છત્રછાયા ગુમાવી દીધેલા બાળકોને એમની માગણી મુજબ શાળા બેગ અને કિટ અર્પણ કરી પોલીસ સંવેદના વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન શૈલેષ સાણજા દ્વારા કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW