માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળીયા ઓનેસ્ટ હોટલ પાસે કચ્છ-મોરબી હાઈવે ઉપર આવતા GJ-12-CT-8399 નંબરની એક સફેદ કલરની બોલેરો ગાડીના ઠાઠામાં નાના મોટા પાડાઓ નંગ-07ને ભરવા પુરતી જગ્યા ન હોય અને પાડાઓને પીડા યાત્ના પહોચે તે રીતે ગાડીના ઠાઠામા ઠસોઠસ ભરી દયનીય હાલતમા ક્રુરતા પુર્વક રાખી પાડાઓ માટે પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા નહી રાખી પાડાઓને ભૂખમરી અને વગર પાણીના કારણે પીડાઓ યાત્ના પહોચે તે રીતે ભરી નીકળેલ હોય જે પાડા જીવ 07ની કીંમત રૂ.- 21,000, બોલેરો કાર તેમજ 2 મોબાઇલ સાથે કુલ રૂ.- 3,31,000ના મુદ્દામાલ સાથે બે આરોપી અનવરભાઈ અબ્દુલેમાન શેખ અને સકલીન હાજીરાયધણ જતને પકડી પાડી પોલીસે તેની સામે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

