મોરબી સહિત છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ગરમીનું જોર વધી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન મહતમ તાપમાન 3435 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. જેના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ મિશ્ર ઋતુની અસરને લોકોના સ્વસ્થ પર પણ થઈ છે અને તેના કારણે શરદી ઉધરસ અને તાવ શરીર માં દુખાવો માથાના દુઃખાવા,પેટ દુખાવો ઊબકા ઊલટી ગાળામાં દુઃખાવો જેવા કેસમાં વધારો થયો છે.મોરબી સિવિલ હોસ્પિટલમાં એક દિવસ દરમિયાન 400 થી વધુના ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત ખાનગી ક્લિનિકમાં પણ સિઝનલ બીમારી વધી છે અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધ લોકોમાં વાયરલ ઇન્ફેક્શન નું પ્રમાણ વધ્યું છે.
મોરબીમાં ધીમે ધીમે બીમારી પણ માથું ઉચક્યું છે. તંત્ર દ્વારા ચલાવેલી ઝુંબેશ વધુ લંબાવી પડે તેવી જરૂરિયાત ઉભી થઇ હોય તેવી સ્થિત બની છે કારણ કે, આ કામગીરી બાદ પણ હજુ સ્થિતિ સંપૂર્ણ પણે કાબુમાં આવી નથી જેના કારણે પાણી જન્ય રોગચાળો વકર્યો છે. આ મોરબી મનપા વિસ્તાર તમામ નગર પાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ની સાથે સાથે ઠંડી ગરમી ની મિશ્ર ઋતુની અસરને પગલે જોર વધ્યું છે.
સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનું જોર રહેતું હોવાથી માત્ર શરદી હોય છે. જોકે આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહથી ઠંડી ઓછી થવા લાગી અને ગરમી નું જોર વધતા સવારે સાંજે હળવી ઠંડી અને બપોરના સમયે આકરી ગરમી વધતા જાણે તાવ અને વાયરો જોવા મળી રહ્યો છે.
સિઝનલ બીમારીથી બચવા આટલી કાળજી રાખો
હાલ બેવડી ઋતુના કારણે દિવસ દરમિયાન ગરમીના કારણે ખાણી પીણીની ખાસ કાળજી લેવી જોઈએ બહાર નો ખુલ્લો ખોરાક ન લેવો જોઈએ દિવસ દરમિયાન બહાર નીકળ્યા હોય તો શરીર ઢંકાય તેવી કાળજી રાખવી બાહર ના ખુલ્લા અને વાસી ખોરાક ન લેવા જોઈએ રાત્રીના કે વ્હેલી સવારે નીકળતી વખતે માથું કાન અને નાક ઢાંકવાની તકેદારી રાખવી હાલ એસી કે કૂલર વાપરવાનું ટાળવું જોઈએ જેથી વાયરલ બીમારીથી બચી શકાય.

