રાજ્ય સરકાર ના નાંણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં વર્ષ 2025-26ના બજેટને રજુ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ નવી યોજનાઓની તેમજ રાજ્યના વિકાસ માટે અલગ અલગ જાહેરાત કરવામાં આવી છે નવી જાહેરાતની સાથે નવી નિર્માણ પામેલી મહા નગર પાલિકાઓને પણ મોટી ભેટ આપવામાં આવી છે રાજ્ય સરકાર દર નવી જાહેર મનપાને 2300 કરોડ જેટલી માતબર રકમ ની ફાળવણી કરવાની જાહેરાત કરી છે
આ ટલી મોટી રકમ થાકી મહાનગર પાલિકા નગર પાલિકામાં જે વિસ્તાર હતા તે તેમજ નવી ભડેલી પંચાયતો ના આંતર માળખાકીય સગવડતા માં સુધારો કરી શકશે ખાસ કરીને સફાઈ ભૂગર્ભ ગટર સ્ટ્રીટલાઈટ પાણી સહિતની પ્રાથમિક સુવિધામાં સુધારો કરી શકશે આ ઉપરાંત અલગ અલગ કચેરી ,ઝોન ઓફીસ વોર્ડ ઓફીસ જરૂરી વાહન વ્યવહાર સાધનો સહિતની અનેક કામગીરી કરી શકશે
રાજ્ય સરકાર દ્વારા હાલ કઈ પાલિકાને કેટલા રૂપિયાની ફાળવણી કરશે તે અંગે કોઈ માહિતી જાહેર કરી નથી જોકે અગાઉથી દરેક મનપા પાસેથી વિકાસ કામની દરખાસ્ત મગાવવામાં આવી હતી અને આ વિકાસ કામની દરખાસ્ત અને તેની જરૂરિયાત મુજબ આ રકમ ની ફાળવણી થાય તેવી શક્યતા છે

