HomeGujaratમાળિયા નેશનલ હાઈવે પર ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ બીયરના જથ્થા સાથે એક...

માળિયા નેશનલ હાઈવે પર ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ બીયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે માળિયા મિયાણા નેશનલ હાઇવે પર આરામ હોટલની સામે રોડની સાઈડમાં રહેલ RJ-14-GH-2137 નંબરનો ટ્રક શંકાસ્પદ જણાતા તેની તલાશી લેતા તે ટ્રકમાં માટીની પાવડરની બોરીઓની આડમાં છુપાવેલ બીયરનો જથ્થો મળ્યો હતો. તેમાંથી 2256 બીયર ટીન, 1 મોબાઇલ ફોન, માટીની પાવડરની બોરીઓ વજન 35.740 ટન અને ટ્રક સહીત કુલ રૂ.- 33,45,166ના મુદામાલ સાથે આરોપી ટ્રક ચાલક ટીકારામ પોખરમલ વર્મા (ઉ.વ.૩૪) રહે. રાજસ્થાન વાળાને પકડી પાડી પૂછપરછ કરતા માલ મોકલનાર અન્ય એક શખ્સ રોહિતનું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW