વાંકાનેરના ગારીડા ગામે સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં ગત તા.21/01/2025ના રોજ વહેલી સવારે રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા કુલદીપસિંહ બક્ષીસસિંહ ઉ.60 નામના વૃદ્ધ ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન તા.25 જાન્યુઆરીના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

