મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે લીલાપર રોડ પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં લીલાપર રોડ નજીક આવેલ રામદેવપીરના મંદિર પાસે આરોપી સંજયના રહેણાંક મકાનમાંથી 70લી. દેશી દારૂ મળી આવ્યો હતો. જે સ્થળેથી 350 લી. દેશી પીવાનો દારૂ બનાવવાનો ઠંડો આથો અને 70લી. દેશી દારૂ મળી કુલ રૂ.- 21,000નો પ્રાપ્ત થયેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી સંજયભાઈ નાગજીભાઈ દેગામાને પોલીસે પકડી લઇ તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

