મોરબી મનપાની જાહેરાત થવાને એક મહિના જેટલો સમય થવા આવ્યો છે કમિશનર ચાર્જ સંભાળતા ની સાથે દાખવેલી સક્રીયતાને પગલે મોરબી મહા નગર પાલિકા નવી જાહેર થયેલ મહાં પાલિકાની સરખામણીમાં ખુબ ઝડપથી તમામ કામગીરી પાટે ચઢી ગઈ હતી. બે મહિના બાદ નવું નાણાંકીય વર્ષ શરૂ થવાનું છે જેથી મહા પાલિકા દ્વારા બજેટને લઇ તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે અને જેના ભાગરૂપે આજે કમિશનરે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જરૂરી માહિતી એકઠી કરી હતી.
મોરબી મહાનગર પાલિકાની રચના થવાની સાથે ખૂબ ઝડપથી તંત્ર સક્રિય બન્યું છે.ખાસ કરીને રોડ રસ્તાની સફાઈ હોય કે મુખ્ય માર્ગો પર ખડકાયેલા દબાણ બાબત હોય આં ઉપરાંત લોકોની સુવિધા માટે ઝોન વહેચણી સહિતની અલગ અલગ પ્રકિયા પૂર્ણ કર્યા બાદ હવે આવનાર નાણાકીય વર્ષ ના મહાનગર પાલિકા એક પદ્ધતિ મુજબ અને સરકારની ગ્રાન્ટ અને સ્વ ભંડોળ સહિતના નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે ઉપયોગ થાય તેના માટે આયોજન થવું જરૂરી છે અને વાર્ષિક બજેટ તે આયોજનનો મહત્વનો ભાગ છે ત્યારે મહા નગરપાલિકા દ્વારા પ્રથમ વાર્ષિક બજેટ નીતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના માટે આજે મહા પાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની આજે વિવિધ શાખાના અધિકારીઓની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું
આ બેઠકમાં ક્યાં વિભાગની શું શું જવાબદારી છે તેમાં હાલ શું સાધન સુવિધા ઉપલબ્ધ છે અને વધુ સુદ્રઢ બનાવવા શું જરૂરિયાત છે. તે બાબતે શાખા અધિકારીઓ પાસે માહિતી મેળવવામાં આવી હતી. ખાસ કરીને શહેરના પીવાના પાણી, ડ્રેનેજ, સેનેટીશન અને સ્ટ્રીટ લાઇટ સહિતના વિવિધ વિભાગની પ્રાથમિક સુવિધા બાબત પર શાખા અધિકારીઓ ના વિચાર લેવામાં આવ્યા હતાં. સાથે આગામી દિવસોમાં જરૂરી માહિતી ઉપલબ્ધ કરવા સૂચના આપવામાં આવી છે. આ તકે કમિશનરે અમૃત સિટી યોજના, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારની ગ્રાન્ટ બાબતે પણ ચર્ચા કરી તેનો ઉપયોગ કરવા અંગે ચર્ચા થઈ હતી.
વાર્ષિક બજેટ ની તૈયારી અંગે કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ હતું કે મોરબી મહાનગરપાલિકા પાલિકા દ્વારા આવનાર નાણાકીય વર્ષ દરમિયાન શહેરની માળખાકીય સુવિધાઓ શહેરના તમામ વિસ્તાર સુધી પહોંચવાનો પ્રયાસ છે અને તેના માટે બજેટ તૈયારી શરૂ કરી દેવાઈ છે હિસાબી શાખા, હાઉસ એન્ડ અધર ટેક્ષ વિભાગ, વિવિધ શાખા સાથે ચર્ચા કરી છે અને ફેબ્રુઆરી મહિનામાં બજેટ તૈયાર થશે. હાલ આંકડાકીય માહિતી માટે સરકાર તરફથી મળનારી ગ્રાન્ટ, ભંડોળ સહિતની બાબત મહત્વની છે જેથી બજેટ તૈયાર થઈ ગયા બાદ જ કહી શકાશે

