મોરબી સિટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે વર્લી ફિચરનો જુગાર રમતો ધરમશીભાઇ ઉર્ફે રાજુભાઇ ગણેશીયા (ઉ.વ.27) રહે. ત્રાજપર ચોરાવાડી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ.- 1550ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તે શખ્સ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

