HomeGujaratમોરબીના બેલા ગામ નજીક પ્લાસ્ટિકના કારખાનાની ઓફિસમાં જુગાર રમતા છ શખ્સો પકડાયા

મોરબીના બેલા ગામ નજીક પ્લાસ્ટિકના કારખાનાની ઓફિસમાં જુગાર રમતા છ શખ્સો પકડાયા





મોરબી એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે મોરબીના બેલા ગામની સીમમાં રેડ કરી હતી. જ્યાં આરોપી કલ્પેશ ડાયાભાઈ કારવડીયા નામના શખ્સના રાધે પ્લાસ્ટિક કારખાનાની ઓફિસમાં તીન પત્તીનો જુગાર રમતા કલ્પેશભાઈ ડાયાભાઈ કારવડીયા, જીતેન્દ્રભાઈ અંબારામભાઈ ફેફર, સંજયભાઈ રામજીભાઈ કાસુન્દ્ર, મનસુખભાઈ ત્રિભુવનભાઈ દેત્રોજા, અમિત અને ગોપાલભાઈ વાલજીભાઈ પરમાર નામના છ શખ્સોને કુલ રૂપિયા 6,19,000ના મળેલ મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. મોરબી તાલુકા પોલીસે તે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW