વાંકાનેરના ચીત્રાખડા ગામે રહેતા ઉદાભાઇ લાખાભાઇ ઠાકોર નામના વૃદ્ધે ગત તા.10/01/2025ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જે બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યાં હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

