વાંકાનેર પોલીસને મળેલ બાતમીના આધારે બસ સ્ટેશન નજીક રેડ મારતા ત્યાં ઈંગ્લીશ દારૂ સાથે આરોપી દિપાલ મુકેશભાઈ શંખેસરીયાને પોલીસે પકડી લીધો હતો. તે શખ્સ પાસેથી 14 બોટલો ઈંગ્લીશ દારૂ કુલ રૂ.- 7,878નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મામલે વાંકાનેર સીટી પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

