મોરબીના એક પરિવારની દીકરીના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા. તે દરમિયાન પરિણાતાનો HIV રીપોર્ટ પોઝીટીવ આવતા અને દીકરીનો જન્મ થતા સાસરિયાઓ જાણે ગુસ્સે ભરાયા હતા અને આ બાબતે અવાર નવાર માનસિક દુઃખ ત્રાસ આપી તેમજ પરાણે રીસામણે મોકલી હતી. તેમજ બોલાચાલી અને ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા હોય તેમજ આ પતિ અને સાસુ, સસરા વિરુદ્ધ પરણીતાએ માનસિક અને શારીરીક ત્રાસ ગુજારી અનેર ઘરેલું હિંસા અંગેની મોરબી સીટી એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

