મોરબીના લાલપર ગામે બાતમીના આધારે પોલીસે ત્યાં આવેલ વિનય હેર આર્ટ સલુનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે સલુનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની 07 બોટલો કુલ રૂ.-7,790ના મુદામાલ સાથે આરોપી હિમાંશુભાઈ મુકેશભાઈ રાઠોડને પોલીસે દબોચી લીધો હતો. હાલ રેડ દરમિયાન હાર્દિક અજયભાઇ સોલંકી નામના શખ્સની ઘટના સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેને ફરાર બતાવી તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

