HomeGujaratમોરબી જીલ્લામાં ગઈકાલે અપમુત્યુના બનેલ બનાવમાં 3ના મોત

મોરબી જીલ્લામાં ગઈકાલે અપમુત્યુના બનેલ બનાવમાં 3ના મોત

મોરબીના તળાવીયા શનાળા ગામે રહેતા ભરતભાઇ મગનભાઈ કગથરા ઉ.46 નામના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના સાઢું ભાઈ હરખાભાઈને આઈસ્ક્રીમ લઈને આવવાનું કહેતા તેઓ આઈસ્ક્રીમ લઈને સાઢું ભાઈના ઘેર જતા તેઓ સુતા હોય જગાડવાની કોશિશ કરતા નહિ જાગતા ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.

મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ રોલટાસ પેપરમીલમાં બોરમિલ મશીનમાં આવી જતા પવનકુમાર મહેશપ્રસાદ નામના શ્રમિકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં સ્પેકોન કારખાનમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશનો વતની મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ રાજપૂત ઉ.26 નામનો શ્રમિક લેબર કવાટર્સમાં પહેલા માળની પાળી ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW