મોરબી ઝુલતાપુલ તૂટવાની દુર્ઘટના ને હાલ સવા બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે, ત્યારે આ ઘટનાને લઇ વિવિધ પરિવારો દ્વારા અવારનવાર અલગ અલગ પ્રકારની અરજીઓ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં તેઓને સંતોષ ન હોય જેથી અગાઉ પણ આ પરિવારો દ્વારા સીબીઆઇ તપાસની માંગણી કરી હતી તેમજ ઝુલતાપુલ દુર્ઘટના ના આરોપી જયસુખ પટેલ સામે 302 ની કલમ દાખલ કરવા અંગેની પણ પીડિત પરિવારો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી હતી.
જે અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી, ત્યારે હાઇકોર્ટના આ નિર્ણયથી ના ખુશ પરિવાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને ત્યાં હાઇકોર્ટને ફગાવેલી અરજી બાબતે દાદ માગતી અરજી કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે સુનવણી હાથ ધરી હતી અને CBI તપાસ માગતી એક સ્વતંત્ર અરજી આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં કરવા મંજૂરી આપી છે. જેમાં સ્વતંત્રપણે નવેસરથી સીબીઆઇ તપાસ માટેની અરજી સાંભળવાનો રસ્તો હવે ખુલી ગયો છે. આગામી દિવસોમાં પીડિત પરિવાર નવેસરથી અરજી કરશે આ અંગે પીડિત પરિવારના વકીલ ઉત્કર્ષ દવે એ દલીલ કરી હતી કે, સીટ નો રિપોર્ટ અધુરી તપાસ માં જ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલા લીધા નથી. જેમની સીધી જવાબદારી છે તેવા કલેકટરના પણ નિવેદન લેવામાં આવ્યા નથી તપાસ અધિકારી દ્વારા તટસ્થ કે પારદર્શક તપાસ કરવી જોઈએ તે પ્રકારની તપાસ થઈ નથી. જેથી 135 લોકોના મોત માટે જવાબદારને સજા મળે તે માટે સમગ્ર કેસની તપાસ સીબીઆઇને શોભવી જોઈએ.

