HomeGujaratમોરબીના લાલપર ગામ નજીક ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી 750લી. ડીઝલની લુંટ ચલાવનાર...

મોરબીના લાલપર ગામ નજીક ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી 750લી. ડીઝલની લુંટ ચલાવનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

રાજકોટની સહકાર સોસાયટીમાં રહેતા સંજયભાઇ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.38) એ આરોપી સ્કોર્પિયો ગાડી નં.- GJ-12-CG-2218 વાળીમાં આવેલ ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,
ગત તા.- 03/01/2025ના રોજ લાલપર ગામ નજીક રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી નંબર-GJ-12-CG-2218 વાળીમાં આવેલ ત્રણ અજાણ્યા ઇસમો આવી ફરીયાદીની બે ટ્રકના ડ્રાઇવરોને તથા સાહેદ પ્રવિણભાઇ દલસાણીયાની ટ્રકના ડ્રાઇવરને તેમજ સોરીસો સીરામીક નજીક રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવરોને છરી બતાવી ડરાવી ધમકાવી ગાડીઓની ટાંકીઓમાંથી પાઇપ વડે કેરબાઓમાં ભરી આશરે ડીઝલ લીટર 750 કિ.રૂ. 67,500ના મુદામાલની લુટ કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW