HomeGujaratમોરબીના રંગપર ગામે દેશી દારૂ સાથે બેની ધરપકડ, બે ફરાર

મોરબીના રંગપર ગામે દેશી દારૂ સાથે બેની ધરપકડ, બે ફરાર

મોરબીના રંગપર ગામની સીમમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં દેશી દારુનું વેચાણ કરતા જીતેન્દ્રભાઇ મનુભાઇ વરાણીયા અને અમીતભાઇ અવચરભાઇ બારૈયા નામના બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. રેડ દરમિયાન 22 લીટર દેશી દારૂ, 2 મોબાઈલ ફોન તેમજ બાઈક સહીત કુલ રૂ.- 31,700નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ બે શખ્સોની પુછપરછ કરતા અન્ય બે રવી ઉર્ફે માસ પરસોતમભાઇ વરાણીયા અને ભૈરવો કોળીનું નામ ખુલ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે તે શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW